તું રંગાઈ જાને રંગમાં | Tu Rangai Jane Rang Ma

તું રંગાઈ જાને રંગમાં (૨),
સીતારામ તણા સતસંગમાં,
રાધે શ્યામ તણા તું રંગમાં,
તું રંગાઈ…

આજે ભજશું કાલે ભજશું,
ભજશું સીતારામ કયારે ભજશું રાધેશ્યામ
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, (૨)
પ્રાણ નહી રે તારા અંગમાં…
રંગાઈ જાને… તું રંગાઈ જાને…

જીવ જાણતો જાજુ જીવશું
મારું છે આ તમામ પહેલા
અમર કરી લઉં નામ,
તેળુ આવશે જમનું ઝાણજે (૨)
જાવું પડશે સંગમાં…
રંગાઈ જાને… તું રંગાઈ જાને…

સૌ જીવ કહેતા પછી જંપીશું
પહેલા મેળવી લોને દામ,
રહેવા ના કરી લો થામ,
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં (૨)
સૌ જન કહેતા વ્યંગ માં…
રંગાઈ જાને… તું રંગાઈ જાને…

ગઢપણ આવશે ત્યારે ભજીશું
પહેલા ઘરના કામ તમામ,
પછી કરીશું ધામ,
આતમ એક દિન ઉડી જાશે (૨)
તારું શરીર રહેશે પલંગમાં…
રંગાઈ જાને… તું રંગાઈ જાને…

બત્રીસ ભાતનાં ભોજન જમતાં,
ભેળી કરીને ભામ એમાં
ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્ય થી દૂર રહ્યો તું, (૨)
ફોગટ ફરે છે ઘમંડ માં…
રંગાઈ જાને… તું રંગાઈ જાને…

રંગ રાગમાં ક્યારે રટાશે,
રહી જાશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદ હરિ ૐ અખંડ છે, (૨)
ભજ તું શિવના સંગમાં…
રંગાઈ જાને… તું રંગાઈ જાને…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/