પ્રેમ એટલે કે સાવ ખુલ્લી | Prem Etle Ke Sav Khulli Aaankho

(રચના : મુકુલ ચોકસી)

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી
થતો મળવાનો વાયદો…
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ
વહાણોનો કાફલો…
પ્રેમ એટલે…

ક્યારે ય નહીં માણી હોય એવી
કોઈ મોસમનો કલરવ યાદ આવે
એ પ્રેમ છે…
દાઢી કરતાં જો લોહી નીકળે ને
ત્યાં જ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે…
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…
પ્રેમ એટલે…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી, ને તે ય શ્યામવરણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી, આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને
જોવાને હોય અને ફૂલોમાં
ભરવાનો હોય છે મુશાયરો…
પ્રેમ એટલે…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/