પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે | Pankhida Re Udine Jaje Pavagadh Re

પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે
માડી ને કહેજો કે મારે ગરબે ઘૂમે રે

પંખીડા હો પંખીડા પંખીડા હો પંખીડા

મારા ગામના સુથારી તમે વ્હેલા આવો રે
મારી માડીને માટે તમે બાજોઠ લાવો રે
સુંદર લાવો સારા લાવો વ્હેલા આવો રે
માડી ને કહેજો કે મારે ગરબે ઘુમે રે…
પંખીડા

મારા ગામના કસુંબી તમે વ્હેલા આવો રે
મારી માડીને માટે તમે ચુંદડી લાવો રે
સુંદર લાવો સારા લાવો વ્હેલા આવો રે
માડી ને કહેજો કે મારે ગરબે ઘૂમે રે…
પંખીડા

મારા માના મણીયારા તમે વ્હેલા આવો રે
મારી માડીને માટે તમે ચુડલા લાવો રે
સુંદર લાવો સારા લાવો વ્હેલા આવો રે
માડી ને કહેજો કે મારે ગરબે ઘૂમે રે…
પંખીડા

મારા ગામના કુંભારી તમે વ્હેલા આવો રે
મારી માડીને માટે તમે ગરબા લાવો રે
સુંદર લાવો સારા લાવો વ્હેલા આવો રે
માડી ને કહેજો કે મારે ગરબે ઘૂમે રે…
પંખીડા

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/