પાન લીલું જોયું ને તમે | Pan Lilu Joyu Ne Tame Yaad

(રચના : હરીન્દ્ર દવે)

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને… તમે યાદ આવ્યાં…
પાન લીલું જોયું…

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને… તમે યાદ આવ્યાં…
પાન લીલું જોયું…

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કાઇ મહેરામણી હો રામ,
સહેજ ચાંદની છલકી ને… તમે યાદ આવ્યાં…
પાન લીલું જોયું…

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,
કોઇ આંખે વળગ્યું ને… તમે યાદ આવ્યાં…
પાન લીલું જોયું…

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું ઊપડ્યું ને… તમે યાદ આવ્યાં…
પાન લીલું જોયું…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/