માનવ ન થઇ શક્યો તો | Manav Na Thai Shakyo To

(રચના : આદિલ મન્સૂરી)

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો,
જે કંઇ બની ગયો એ બરાબર બની ગયો…
માનવ ન થઇ…

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં,
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો…
જે કંઇ બની… માનવ ન થઇ…

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું,
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો…
જે કંઇ બની… માનવ ન થઇ…

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો,
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો..
જે કંઇ બની… માનવ ન થઇ…

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં,
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો…
જે કંઇ બની… માનવ ન થઇ…

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને,
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો…
જે કંઇ બની… માનવ ન થઇ…

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો…
જે કંઇ બની… માનવ ન થઇ…

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું,
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો…
જે કંઇ બની… માનવ ન થઇ…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/