માએ ગરબો કોરાવ્યો ગગન | Ma E Garbo Koravyo Gagan

આરાસુરની અંબિકા, તન ઝૂલે હિંડોળા ખાટ
અવનીના દરબારમાં, રમવા નિસર્યા માત…

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે,
સજી સોળ-રે શણગાર, મેલી દિવડા કેરી હાર
માએ ગરબો… (૨ વાર)

ગબ્બરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત,
ચુંદલડીમાં ચમકે ઝાઝી રૂપલે મઢી રાત…
જોગ માયાને અંગ, નર્યો નીતરે ઉમંગ
રમે જોગણીઓ સંગ, રૂડો અવરસનો રંગ
માએ પાથર્યો પરકાશ ચૌદ લોકમાં રે
હે માએ ગરબો… (૨ વાર)

ચારે જુગનો ચુડલો માનો સોળ કળાનો વાન,
અંબાના અણસારા વિના હાલે નહી પાન…
માના રૂપની નહીં જોડ, એને રમવાના છે કોડ
માને ગરબા કેરી હોડ, રૂડો અવરસનો રંગ
માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે
હે માએ ગરબો… (૨ વાર)

રંગતાળી રંગતાળી રંગતાળી, કે ઘુમે ગબ્બરવાળી
(૨ વાર)
સંગે ઘુમે છે બહુચરવાળી, કે રંગમાં રંગતાળી
(૨ વાર)
સોહે અંબે આરાસુરવાળી, કે રંગમાં રંગતાળી
(૨ વાર)
હે મારી માવલડી મતવાલી, કે રંગમાં રંગતાળી
(૨ વાર)

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં