હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી,
લઈ જાજે તારાં ધામમાં,
હાંરે વહાલા…
મારા અંત સમયના બેલી,
હાંરે હવે મેલો નહિ હડસેલા,
હાંરે હું તો આવી ઊભો તમ દ્વારે શ્રીનાથજી,
લઈ જાજે તારાં ધામમાં.. હાંરે વહાલા..
હાંરે નાથ ! કરુણા તણા છો સિંધુ,
હાંરે હું તો યાચું છું એ ક જ બિંદુ,
હાંરે એક બિંદુમાં નહિ થાય ઓછું શ્રીનાથજી,
લઈ જાજે તારાં ધામમાં.. હાંરે વહાલા..
હારે મારું અંતર લેજો વાંચી,
નથી મેંદીમાં લાલી લખાતી,
હારે પાને પાને પ્રસરી જાતી શ્રીનાથજી,
લઈ જાજે તારાં ધામમાં.. હાંરે વહાલા..
હાંરે તને સમજુને શું સમજાવું,
હાંરે કહે તો અંતર ખોલીને બતાવું,
હાંરે તારા ભક્તોને એક જ આશ શ્રીનાથજી,
લઈ જાજે તારાં ધામમાં.. હાંરે વહાલા..