એવો મારો સાંવરીયો | Evo Maro Savariyo

વેરણ થઇ ગઇ રાતડી રહેતી આંખ ઉદાસ
સપનાં પણ પહોંચ્યા સખી મારા સાંવરિયાની પાસ…

મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરીયો
કે જેવો રાધા ને નંદનો કિશોર
એવો મારો સાંવરીયો…

જમુના તીર જઇ ભરવા હું નીર ગઇ
પ્રીતની વાદળી વરસી
હૈયાની હેલ મારી છલકાવે પ્રેમ
તોયે હું રહી ગઇ તરસી
તનડું ભીંજાય તોયે રોમ રોમ લાય
મારા નટખટના નેણ છે નઠોર
એવો મારો સાંવરિયો….

મીઠી રે મોરલીને કાને તેડાવી મને
એના તે સૂરમાં સાંધી
મોંઘેરા મનના વનરા તે વનમાં
ફૂલોના હાર થી બાંધી
લંબાવી હાથ એની પાધડીની સાથ
જોડે મારા પાલવની કોર
એવો મારો સાંવરિયો…..

જોયા ના તારલા ને જોઇ ના ચાંદની
જોઇ ના કાંઇ રાતરાણી
ચડતું તું ઘેન અને ધટતી તી રેન
એવી વાલમની વાણી
ભૂલીતે ભાન રહ્યું કાંઇયે ના સાન
જ્યારે ઉગી ગઇ આભમાં ભોર
એવો મારો સાંવરિયો….

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં