એકલા જ આવ્યા મનવા | Ekla J Aavya Manva

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના
સાથી વિના સંગી વિના, એકલા જવાના…

કાળજાની કેડીએ, કાયા ન સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે…(૨)

કાયા ન સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના…
સાથી વિના…

આપણે એકલા ને કિરતાર એકલો
એકલા જીવનો તારો આધાર એકલો…(૨)

વેદના સહીએ રે ભલે, એકલા રહીએ રે ભલે
એકલા રહી ને બેલી થાઓ બધાના…
સાથી વિના…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/