(રચના : મુકેશ માલવણકર – દીકરી હાલરડું)
દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર હો…
દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી મારી લાડકવાયી…
[ દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થઈ જાય ] (૨ વાર)
એક જ સ્મિત મા તારા ચમકે મોતીડા હાજર
દીકરી મારી લાડકવાયી…
[ ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારૂ બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખુ તૈયાર ] (૨ વાર)
રૂપ મા તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાયી…
[ કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પાપા પગલી ચલાવતા બાપનુ હૈયું ઝૂમે ] (૨ વાર)
દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાયી…
[ હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવુ
હાલરડા ની રેશમી રજાઈ તને હુ ઓઢાડુ ] (૨ વાર)
પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી લાડકવાયી…