ચપટી ભરી ચોખા ને ઘીનો છે | Chapti Bhari Chokha Ne Ghee No Chhe

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો,
શ્રીફળની જોડ લઈએ રે…
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (૨ વાર)

માને મંદિરીયે સુથારી આવે,
સુથારી આવે, માના બાજોઠ લઈ આવે,
બાજોઠ ની જોડ લઈને રે… હાલો… (૨ વાર)

માને મંદિરીયે કસુંબી આવે,
કસુંબી આવે, માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ અમે લઈએ રે… હાલો… (૨ વાર)

માને મંદિરીયે સોનીડો આવે,
સોનીડો આવે, માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ અમે લઈએ રે… હાલો… (૨ વાર)

માને મંદિરીયે માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ અમે લઈએ રે… હાલો… (૨ વાર)

માને મંદિરીયે ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ અમે લઈએ રે… હાલો… (૨ વાર)

❀❀ આ ગરબો નીચે પ્રમાણે પણ રચાયેલો છે ❀❀

ચપટી ભરી ચોખા ને ઘી નો છે દીવડો,
શ્રીફળ ની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (૨ વાર)
ચપટીભરી…

સામેની પોળે થી માળીડો આવે,
ગજરા ની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (૨ વાર)
ચપટી ભરી…

સામેની પોળે થી સોનીડો આવે,
ઝુમ્મર ની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (૨ વાર)
ચપટી ભરી…

સામેની પોળે થી કુંભારી આવે,
ગરબા ની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (૨ વાર)
ચપટી ભરી…

સામેની પોળે થી સુથારી આવે,
બાજોટ ની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (૨ વાર)
ચપટી ભરી…

સામેની પોળે થી જોષીડો આવે,
ચુંદડી ની જોડ લઈને રે,
હાલો હાલો પાવાગઢ જઈએ રે… (૨ વાર)
ચપટી ભરી…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/