અમે મહિયારા રે ગોકુળ ગામના | Ame Mahiyara Re Gokul Gam Na

અમે મહિયારા રે ગોકુળ ગામના
મારે મહિ વેચવાને જાવાં ॥ મહિયારા રે

મથુરાને વાટે મહિ વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણજી
ઓ મારે દાણ લેવાને દેવાં ॥ મહિયારા રે

માવડી જશોદાજી કાનજીને વારો
દુખડાં દીએ હજાર નંદજીનો લાલો
હે મારે દુખ સેહવાને કેવાં ॥ મહિયારા રે

નરસૈયાંનો નંદકિશોર લાડકયો કાનજી
ભૂલાવે ભાન સાન ઉંઘેથી જગાડતો
હે નિર્મળ હૈયાંની વાત કહેવાં ॥ મહિયારા રે

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/