(રચના : અવિનાશ વ્યાસ)
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત… ઊગી પૂનમની રાત.
આસમાની ચૂંદડીમાં, લહેરણિયાં લ્હેરાય રે,
પૂનમની રાત… ઊગી પૂનમની રાત.
ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો,
ઊડે છે મનની વાત રે…
પૂનમની રાત… ઊગી પૂનમની રાત.
ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,
ચાંદલિયો હિંચોળે તારા હૈયા કેરી દોરી,
રાતલડી રળિયાત રે…
પૂનમની રાત… ઊગી પૂનમની રાત.
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત… ઊગી પૂનમની રાત.
ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો,
ઝૂમો ઝૂમો, ગોરી ઝૂમો ઝૂમો,
રાસ રમે જાણે શામળિયો?
જમુનાજીને ઘાટ રે…
પૂનમની રાત… ઊગી પૂનમની રાત.
તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે,
પૂનમની રાત… ઊગી પૂનમની રાત..

