જય આદ્યશક્તિ માઁ જય | Jai Adhyashakti Ma Jay

જય આદ્યશક્તિ માઁ જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા
પડવે પ્રગટ્યા માઁ… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું,
માઁ શિવશક્તિ જાણું…
બ્રહ્મા ગણપતિ ગાએ, બ્રહ્મા ગણપતિ ગાએ,
હર ગાએ હર માઁ… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

તૃતીયા ત્રણ સ્વરુપ, ત્રિભુવનમાં બેઠાં,
માઁ ત્રિભુવન માં બેઠાં…
ત્રયા થકી તરવેણી, ત્રયા થકી તરવેણી,
તું તરવેણી માઁ… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા,
મા સચરાચર વ્યાપ્યા…
ચાર ભુજા ચૌ દિશા, ચાર ભુજા ચૌ દિશા,
પ્રગટ્યા દક્ષિણમાં… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા,
મા પંચમી ગુણ પદ્મા…
પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચ સહસ્ર ત્યાં સોહીએ,
પંચે તત્વો માઁ… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો,
માઁ મહિસાસુર માર્યો…
નરનારીના રુપે, નર-નારીના રૂપે,
વ્યાપ્યા સઘળે માઁ… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી,
માઁ સંધ્યા સાવિત્રી…
ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી,
ગૌરી ગિરિજા માઁ… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

અષ્ટમી અષ્ટ ભુજા, આઇ આનંદા,
માઁ આઇ આનંદા…
સુનીવર મુનીવર જન્મ્યા, સુનીવર મુનીવર જન્મ્યા,
દેવ દૈત્યો માઁ… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, માઁ સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન,
કીધાં હરબ્રહ્મા… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

દશમી દશ અવતાર, જય વિજયા દશમી,
માઁ જય વિજયા દશમી…
રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા,
રાવણ રોળ્યો માઁ… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

એકાદશી અગીયારસ, કાત્યાયની કામા,
માઁ કાત્યાયની કામા…
કામ દુર્ગા કાલિકા, કામ દુર્ગા કાલિકા,
શ્યામા ને રામા… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

બારસે બાળા રૂપ, બહુચરી અંબામા,
માઁ બહુચરી અંબામાઁ…
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ,
તારા છે તુજ માઁ… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

તેરસે તુળજારૂપ, તું તારુણી માતા,
માઁ તારુણી માતા…
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ,
ગુણ તારા ગાતાં… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા,
માઁ ચંડી ચામુંડા…
ભાવ ભક્તિ કાંઇ આપો, ચતુરાઇ કાંઇ આપો,
સિંહ-વાહની માઁ… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

પુનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા,
માઁ સાંભળજો કરુણા…
વશિષ્ટદેવે વખાણ્યા, માર્કંડમુનિએ વખાણ્યા,
માઁ ગાઇ શુભ કવિતા… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

સંવત સોળ સતાવન, સોળશે બાવીસમા,
માઁ સોળશે બાવીસમા…
સંવત સોળે પ્રકટ્યા, સંવત સોળે પ્રકટ્યા,
રેવાને તીરે, માઁ ગંગાને તીરે…
ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

ત્રંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી,
માઁ મંછાવટી નગરી…
સોળ સહસ્ર ત્યાં સોહીએ, સોળ સહસ્ર ત્યાં સોહીએ,
ક્ષમા કરો ગૌરી, માઁ દયા કરો ગૌરી…
ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો,
માઁ અંતર નવ ધરશો…
ભોળા ભવાનીને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં,
ભવસાગર તરશો… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

ભાવ ના જાણું ભક્તિ ના જાણું, ના જાણુ સેવા,
માઁ ના જાણુ સેવા…
વલ્લભ ભટ્ટને રાખ્યા, વલ્લભ ભટ્ટને રાખ્યા,
શરણે સુખ દેવા… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

શિવશક્તિ ની આરતી, જે કોઇ ગાશે,
માઁ જે ભાવે ગાશે…
ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી,
સુખ સંપતિ થાશે, હર કૈલાસે જાશે,
માઁ અંબા દુઃખ હરશે… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

માઁ નો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી,
માઁ શોભા બહુ સારી…
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે,
જય બહુચર વાળી… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

માઁ ની ચુંદડી લાલ ગુલાલ શોભા બહુ સારી,
માઁ શોભા બહુ સારી…
આંગણ કુક્ડ નાચે, આંગણ કુંકડ બોલે,
જય બહુચર વાળી… ૐ જય ૐ જય ૐ માઁ જગદંબે…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં