દેર મારી અંગૂઠડીનો ચોર | Der Mari Anguthadi No Chor

દેર મારી અંગૂઠડીનો ચોર,
દેર મારી અંગૂઠડી ખોવાણી…

ક્યો તો ભાભીજી ચૂડલો ઘડાવી દઉં,
ચૂડલે રતન જડાવી દઉં
ના ભાઈ ના રે રે વીરા,
હા ભાઈ હા રે ભાભલડી…

ક્યો તો ભાભીજી નથણી ઘડાવી દઉં,
નથણીએ હીરલા રે જડાવી દઉં
ના ભાઈ ના રે રે વીરા,
હા ભાઈ હા રે ભાભલડી…

ક્યો તો ભાભીજી કડલાં ઘડાવી દઉં,
કડલે રતન જડાવી દઉં
ના ભાઈ ના રે રે વીરા,
હા ભાઈ હા રે ભાભલડી…

ક્યો તો ભાભીજી ઝાંઝરી ઘડાવી દઉં,
ઝાંઝરે ઘુઘરી રે મૂકાવી દઉં
ના ભાઈ ના રે રે વીરા,
હા ભાઈ હા રે ભાભલડી…

દેર મારી અંગૂઠડીનો ચોર,
દેર મારી અંગૂઠડી ખોવાણી…

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

Please click below website link to see collection of Hindi, Urdu, Gujarati Ghazal Lyrics
https://ghazallyrics.com/
નવા ભજન ના લેખિત સંગ્રહ જોવા આજે જ જોડાવો અમારી ચેનલ માં