હે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ
છોગાળા તારા, હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ
રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ
હે હાલ્ય હાલ્ય હાલ્ય
વહી જાય રાત વાતમાં ને, માથે પડશે પરભાત
છોગાળા તારા, હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ
રંગલો જામ્યો…
હે રંગરસીયા
હે રંગરસીયા તારો રાહડો માંડી ને
ગામને છેવાડે બેઠાં
કાના તારી ગોપલીએ તારે હાટું તો
કામ બધા મેલ્યાં હેઠાં
હે તને બરકે તારી જશોદા માત
છોગાળા તારા, હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ
રંગલો જામ્યો…
મારા પાલવનો છેડલો મેલ
છોગાળા ઓ છેલ
કે મન મારું ધડકે છે
એ તો છોડવો ને હું તો તારી વેલ
તું મોરલો હું ઢેલ
કે મન મારું ધડકે છે…
રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ
છોગાળા તારા, હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા રંગભેરુ જુએ તારી વાટ