વા વાયા ને વાદળ ઉમટ્યાં,
ગોકુળ માં ટહુક્યા મોર
મળવા આવો સુંદરવર શામળીયા…
તમે મળવા તે ના આવો શા માટે
ના આવો તો નંદજી ની આણ
મળવા આવો…
તમે ગોકુળ ની ગાય ચારંતા
તમે ગોકુળ ના છો ચોર
મળવા આવો…
તમે વ્રજ માં તે વાંસળી વાજંતા
તમે ગોપીઓ નાં ચિત્તચોર
મળવા આવો…
મહેતા નરસિંહ ના સ્વામી શામળિયા
અમને તેડી રમાડ્યા રાસ
મળવા આવો…