કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં (૨ વાર)
જોવા લોક ટોળે વળ્યાં રે…
માડી તારા આવવાના એંધાણા થયાં… (૨ વાર)
માડી તું જો પધાર, સજી સોળે શણગાર
આવી મારે તું દ્વાર, કરજે પાવન પગથાર
એ એવો.. દીપે દરબાર, તેજ રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
થાયે સાકાર, થાયે સાકાર
ચાચરના ચોકે હાલ્યા, દીવડાઓ જ્યોતે ઝગ્યાં… (૨ વાર)
મનડાનાં હાર હાલ્યાં રે…
માડી તારા આવવાનાં એંધાણા થયાં.. (૨ વાર)
કુમકુમના પગલાં પડ્યાં…
મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર
ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર
થોડી લગાર, થોડી લગાર
સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં… (૨ વાર)
તારલિયા ટમ ટમ્યાં રે…
માડી તારા આવવાનાં એંધાણા થયાં.. (૨ વાર)
કુમકુમના પગલાં પડ્યાં…
તારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસ
તારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસ
કરજે દૈત્યોનો નાશ, કરજે સૌને સહાય
માડી હું છું તારો દાસ, તારા ગુણલા હું ગાત
ગુણલા હું ગાત, ગુણલા હું ગાત
માડી તારા નામ ગણા, પરચાં તારા અનેક ગણા… (૨ વાર)
દર્શનથી પાવન થયાં રે…
માડી તારા આવવાનાં એંધાણા થયાં.. (૨ વાર)
કુમકુમના પગલાં પડ્યાં…
એક તારો આધાર, તારો દિવ્ય અવતાર
સહુ માનવ તણા માડી ભવ તું સુધાર
તારા ગુણલાં અપાર, તું છો સૌની તારણહાર
કરીશ સૌનું કલ્યાણ થાશે સૌનો બેડો પાર
સૌનો બેડો પાર, સૌનો બેડો પાર
માડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું… (૨ વાર)
નમી નમી પાય પડું રે…
માડી તારા આવવાનાં એંધાણા થયાં.. (૨ વાર)
કુમકુમના પગલાં પડ્યાં…
માડી તારા આવવાના એંધાણા થયાં…